અમારી સેવાઓ

ગર્ભાધાન પૂર્વેની તૈયારીથી બાળઉછેર સુધી સંપૂર્ણ માર્ગદર્શન

સેવાઓ

કેન્દ્ર પર ઉપલબ્ધ સેવાઓ

દરેક સેવા પરંપરાગત જ્ઞાન અને વ્યવહારુ સમજણના આધારે આપવામાં આવે છે.

ગર્ભ વિજ્ઞાન

ગર્ભાધાન પૂર્વેની તૈયારીથી પ્રસૂતિ સુધી શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આધારિત માર્ગદર્શન.

વધુ જાણો

ગર્ભ સંસ્કાર

ગર્ભાવસ્થાના નવ માસ દરમિયાન સકારાત્મક વિચાર, વાચન, સંગીત અને દિનચર્યાનું માર્ગદર્શન.

વધુ જાણો

યોગ

માતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અનુભવી માર્ગદર્શન હેઠળ યોગ તથા પ્રાણાયામ સત્રો.

વધુ જાણો

પંચકર્મ

આયુર્વેદિક પંચકર્મ વિધિ અંગે માર્ગદર્શન — શરીર શુદ્ધિકરણની પરંપરાગત પદ્ધતિ.

વધુ જાણો

સુવર્ણપ્રાશન

બાળકોના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદિક પરંપરા અનુસાર માસિક સુવર્ણપ્રાશન વ્યવસ્થા.

વધુ જાણો

શિશુ પરામર્શ

જન્મથી પાંચ વર્ષ સુધીના શિશુના પોષણ, લાલન-પાલન અને વિકાસ અંગે પરામર્શ.

વધુ જાણો

કાઉન્સેલિંગ

દંપતી તથા પરિવાર માટે વ્યક્તિગત કાઉન્સેલિંગ — શંકા-સમાધાન અને માનસિક તૈયારી.

વધુ જાણો

સંસ્કાર પ્રવૃત્તિઓ

નામકરણ, અન્નપ્રાશન, ચૌલ, વિદ્યારંભ સહિતના પરંપરાગત સંસ્કારોની વ્યવસ્થા.

વધુ જાણો

એક્ટિવિટી ક્લાસ

બાળકોના મન, બુદ્ધિ અને ચિત્તના વિકાસ માટે રમત, સંગીત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ.

વધુ જાણો

પ્રશિક્ષણ

ગર્ભિણી માતાઓ તથા દંપતી માટે માસિક અને સાપ્તાહિક પ્રશિક્ષણ વર્ગો.

વધુ જાણો

ઓનલાઈન ડાયેટ પ્લાન

ઋતુ અને અવસ્થા અનુસાર આહાર-વિહારનું વ્યક્તિગત ઓનલાઈન માર્ગદર્શન.

વધુ જાણો

લાઇબ્રેરી

ગર્ભ સંસ્કાર, આયુર્વેદ અને બાળઉછેર વિષયક પુસ્તકો તથા સાહિત્યનું વાચનાલય.

વધુ જાણો

ઓનલાઈન વેચાણ

સંસ્કાર સાહિત્ય, સી.ડી., ચિત્રપોથી અને ઉપયોગી સામગ્રી ઘરબેઠાં ઉપલબ્ધ.

વધુ જાણો

પંચકર્મ

ગર્ભાધાન પૂર્વે પંચકર્મ દ્વારા શુદ્ધિકરણ

ગર્ભાધાન પૂર્વે માતા-પિતાના શરીર અને મનની શુદ્ધિ માટે નિષ્ણાત વૈદ્યના માર્ગદર્શન હેઠળ પંચકર્મ કરવામાં આવે છે.

01

દીપન-પાચન

પાચનતંત્રને સુધારવા માટે આપવામાં આવતી પ્રારંભિક ઔષધિ.

02

સ્નેહપાન

બે-ત્રણ ચમચાથી શરૂ કરીને ઉત્તમ ગુણવત્તાવાળું ગાયનું ઘી, ધીરે-ધીરે માત્રા વધારીને આપવામાં આવે છે.

03

વિરેચન

આયુર્વેદિક ઔષધિઓના ઉકાળા દ્વારા શરીરની આંતરિક સફાઈ.

04

બસ્તિ

ત્રણથી પાંચ દિવસ સુધી ઔષધિયુક્ત તેલ અને ઉકાળા દ્વારા શરીરના પ્રત્યેક તંત્રની શુદ્ધિ.

05

સ્વેદન

ઔષધિયુક્ત પાણીની વરાળથી લેવામાં આવતું સ્ટીમ-બાથ.

નોંધ: પંચકર્મની પ્રક્રિયા નિષ્ણાત વૈદ્યની દેખરેખ હેઠળ જ કરવી. પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં આપના ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.

શિશુ વિકાસ

શિશુ વિકાસ કેન્દ્ર (0 થી 5 વર્ષ)

શિશુના જન્મથી લઈને ત્રણ વર્ષની ઉંમર સુધી માતાઓને લાલન-પાલન, આહાર, આરોગ્ય અને પરિવારના વાતાવરણ સંબંધિત માર્ગદર્શન

શિશુના યોગ્ય લાલન-પાલન તથા પ્રશિક્ષણ માટે વિભાગ કાર્યરત

શિશુ વિકાસ માટે ઉત્તમ સાહિત્ય, ઔષધિ, ચિત્ર, રમકડાં અને કપડાં જેવી વસ્તુઓનું માર્ગદર્શન અને વ્યવસ્થા

3 થી 5 વર્ષના શિશુઓ માટે અનૌપચારિક શિક્ષણ વ્યવસ્થા (સંસ્કારક્ષમ વાતાવરણમાં)

પાંચ વર્ષ સુધીના શિશુના વિકાસ માટે માર્ગદર્શન અને પરામર્શ

વ્યવસ્થાઓ

સમર્થ ભારત કેન્દ્રમાં ઉપલબ્ધ વ્યવસ્થાઓ

1

શારીરિક શુદ્ધિકરણ માટે પંચકર્મ ચિકિત્સા — અનુભવી આયુર્વેદાચાર્યના માર્ગદર્શનમાં.

2

માનસિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ માટે યોગાભ્યાસ, ગર્ભ સંવાદ અને ગર્ભધ્યાન — પ્રશિક્ષિત યોગાચાર્યના સાનિધ્યમાં.

3

ગર્ભસ્થ શિશુના વિકાસ માટે સંગીત, સંસ્કૃત, વૈદિક ગણિત અને વિવિધ કલાઓના પ્રશિક્ષણ માટે તજ્જ્ઞો દ્વારા નિયમિત પ્રવૃત્તિ વર્ગ.

4

દિવ્ય આત્માના અવતરણ માટે ભારતીય વૈજ્ઞાનિક સંસ્કારો સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વાતાવરણ.

5

માસાનુમાસિક વાંચન માટે વિશેષ પુસ્તકાલય તથા શ્રવણ માટે ડીજિટલ સામગ્રીની પર્યાપ્ત ઉપલબ્ધિ.

6

માસાનુમાસિક આહાર, કપડાં, દિનચર્યા, સૂતિકા પરિચર્યા, નોર્મલ ડીલીવરી માટે વિશેષ કાળજી અને નવજાત શિશુ માટે સુવર્ણપ્રાશન જેવી વ્યવસ્થાઓ.

આવો, આવનારી પેઢીને શ્રેષ્ઠ બનાવીએ

સ્વસ્થ માતા • સંસ્કારી સંતાન • સમર્થ ભારત