સમર્થ ભારત પ્રકલ્પ

આવનારી પેઢીના ઘડતરનું અભિયાન

સ્વપ્ન

સંસ્કારસંપન્ન અને સક્ષમ પેઢી

સમાજનું ભાવિ તેની આવનારી પેઢી પર આધારિત છે. જો દરેક સંતાન સ્વસ્થ શરીર, શાંત મન અને મૂલ્યનિષ્ઠ સંસ્કાર સાથે ઉછરે, તો સમર્થ ભારતનું નિર્માણ સહજ બને. આ જ વિચાર સાથે સમર્થ ભારત પ્રકલ્પનું કાર્ય ચાલે છે.

પ્રકલ્પ અંતર્ગત ગાંધીધામ – કચ્છમાં ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર કાર્યરત છે, જ્યાં દંપતીઓને ગર્ભાધાન પૂર્વથી શિશુ વિકાસ સુધીના દરેક તબક્કે માર્ગદર્શન અને સહયોગ મળે છે.

ગાંધીધામ

આધારસ્તંભ

પ્રકલ્પના મુખ્ય આધારસ્તંભ

જ્ઞાનનો પ્રસાર

ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કારનું જ્ઞાન સરળ ગુજરાતીમાં દરેક પરિવાર સુધી પહોંચાડવું.

માતાનું સ્વાસ્થ્ય

આહાર, યોગ, દિનચર્યા અને માનસિક શાંતિ દ્વારા માતાના સર્વાંગી સ્વાસ્થ્ય માટે માર્ગદર્શન.

સંસ્કારનું ઘડતર

કથા, સંગીત, સદ્વાચન અને પરંપરાગત સંસ્કારો દ્વારા મૂલ્યનિષ્ઠ વાતાવરણનું નિર્માણ.

શિશુ વિકાસ

જન્મથી પાંચ વર્ષ સુધીના શિશુના પોષણ, રમત અને બુદ્ધિ વિકાસ માટે વયાનુસાર પ્રવૃત્તિઓ.

પરિવારનું સશક્તિકરણ

દંપતી અને પરિવારના સભ્યોને સાથે રાખીને સહયોગપૂર્ણ ઘરવાતાવરણ ઊભું કરવું.

સમાજ સુધી પહોંચ

પરિસંવાદ, પ્રશિક્ષણ અને સાહિત્ય દ્વારા સમાજમાં જાગૃતિનું કાર્ય.

લક્ષ્ય

અમારું લક્ષ્ય

અમારું લક્ષ્ય એવી રાષ્ટ્રીય પ્રણાલીનું નિર્માણ કરવાનું છે, જે ભારતીય જીવન દર્શન અને જીવનશૈલી પર આધારિત હોય તથા આયુર્વેદ અને અધ્યાત્મ શાસ્ત્રથી પરિપોષિત હોય; જેના દ્વારા એવા શ્રેષ્ઠ માતા-પિતાનું નિર્માણ થાય જે શ્રેષ્ઠ સંતાનોને જન્મ આપીને રાષ્ટ્રને સમર્થ, સુસંસ્કૃત અને સુસંપન્ન બનાવે અને સંપૂર્ણ માનવતાને તેના શ્રેષ્ઠતમ કલ્યાણ તરફ લઈ જાય.

ચિંતન

સમર્થ ભારત કેન્દ્ર ચિંતન

શૂરવીરોને જન્મ આપનારા આર્ય માતા-પિતા, આપ ક્યાં છો?

આપે જ તો આ ધરાની રક્ષા હેતુ…

રામ, કૃષ્ણ અને મહાવીર આપ્યા;

રાણા પ્રતાપ, શિવાજી, પૃથ્વીરાજ આપ્યા;

ધ્રુવ, પ્રહલાદ અને લવ-કુશ આપ્યા;

રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ આપ્યા;

સીતા, દ્રૌપદી અને લક્ષ્મીબાઈ આપ્યાં;

અર્જુન, ભીમ, અભિમન્યુ અને હનુમાન આપ્યા;

ચાણક્ય અને ચંદ્રગુપ્ત આપ્યા;

અનેક ઋષિમુનિ, આચાર્ય, ગણિતાચાર્ય, આયુર્વેદાચાર્ય, જ્ઞાની, પંડિત, ઉત્તમ રાજા અને દાતા આપે જ આપ્યા.

આ પરંપરા કેમ અટકી ગઈ?

આવો, આ વિશે વિચારીએ અને સંસ્કૃતિને પ્રાણવાન બનાવીએ…

ગીત

સમર્થ ભારત ગીત

ત્યાગ સમર્પણ સ્નેહ શક્તિ સે, અપના દેશ સજાયેંગે

શ્રેષ્ઠ વંશ સે સશક્ત રાષ્ટ્ર કા હમ નિર્માણ કરાયેંગે

ગર્ભવિજ્ઞાન કી મહિમા કો અબ હમ સબકો બતલાયેંગે

ત્યાગ સમર્પણ સ્નેહ શક્તિ સે…

પ્રાચીન સંસ્કૃતિ ધરોહર અપની, ઇસકો હમ સંજોયેંગે

જીવન કી પહચાન બતાકર નયી પીઢ઼ી કો લાયેંગે

નવયુગ કા નિર્માણ શ્રેષ્ઠ હો, ગર્ભ વિજ્ઞાન બતાયેંગે

શ્રેષ્ઠ વંશ સે સશક્ત રાષ્ટ્ર કા હમ નિર્માણ કરાયેંગે…

ગર્ભવિજ્ઞાન કી મહિમા અનોખી, ઇસસે રામ કા જન્મ હુઆ

લક્ષ્મી, અહલ્યા, ચેન્નમા ને દેશ હિત મેં બલિદાન દિયા

અભિમન્યુ કી વીર ગાથા, ગર્ભ મેં સીખી ચક્ર ગાથા

વીર શિવાજી કી જય ગાથા જડ઼ મેં જિસકી જીજામાતા

હિંમત, સાહસ, બલ વિક્રમ કા, ફિર સે નવયુગ લાયેંગે

ગર્ભવિજ્ઞાન હૈ ક્યા દેખો, નવ માહ કા કોર્સ બના

ગર્ભાધાન ભી કબ હૈ કરના ઇસકા સમય નિશ્ચિત કરના

ઉત્તમ સંસ્કારોં કા યહ સિંચન ઇસકો હમ અપનાયેંગે

શ્રેષ્ઠ વંશ સે સશક્ત રાષ્ટ્ર કા હમ નિર્માણ કરાયેંગે…

આવો, આવનારી પેઢીને શ્રેષ્ઠ બનાવીએ

સ્વસ્થ માતા • સંસ્કારી સંતાન • સમર્થ ભારત